Ticker

6/recent/ticker-posts

Header Ads Widget

 મોટા અંગિયા પંચાયત દ્વારા બાલિકા પંચાયત બનાવવા નિર્ધાર કર્યો.*કોરોનાની બીજી લહેરના એક્સન પ્લાન મુજબ સગર્ભા મહિલાઓને ચેક વિતરણ કરવામાં આવ્યા. બીજી લહેર સમય પંચાયત દ્વારા એક્સન પ્લાન બનાવવામાં આવ્યો જેમાં 18 સગર્ભા મહિલાઓને પોષણ આહાર અને મેડિકલ સહાય માટે 1000 રૂપિયાના ચેક વિતરણ કરવામાં આવ્યા.
 મોટા અંગિયા ગ્રામ પંચાયત દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજ્જવણી કરવામાં આવી મોટા અંગીયા મધ્યે 500 વૃક્ષારોપણ તથા વૃક્ષ રોપા અને માસ્ક સેનેટાઈઝર વિતરણ કરવામાં આવ્યું, અને 11000 હજાર વૃક્ષ વાવેતરનો  પંચાયત દ્વારા સંકલપ લેવામાં આવ્યો.
મોટા અંગિયા ગામે  કોરોના મુક્ત ગામ અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી.ટ્રક ડ્રાંઇવર અને રીક્ષા ચાલકોની તપાસ માટે ખાસ આરોગ્ય કેમ્પ કરવામાં આવ્યો.સ્થળ ઉપર રેપીડ ટેસ્ટ અને આરટી પીસીઆર કરવામાં આવ્યું અને 50 જેટલાં રેપિડ ટેસ્ટમાં તમામ નેગેટિવ  આવ્યા.રોજગારી માટે ચાલતા નરેગાના કામોના મજૂરોને માસ્ક વિતરણ કરવામાં આવ્યા.45+ બાકી રહેલ 17 લોકોને ગામ સ્તરે રસીકરણ કરવામાં આવ્યું.
મોટા અંગિયા ગ્રામ પંચાયત દ્વારા સંચાલિત કોવીડ કેર સેન્ટરમાં સારવાર લઈ રહેલ પોઝેટીવ દર્દી આજે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે.અને એમને રજા આપવામાં આવી છે.
 શ્રી મોટા અંગિયા ગ્રામ પંચાયત અને પી. એચ. સી. વિથોણ દ્વારા ગામમાં આરોગ્ય કેમ્પ રાખવામાં આવ્યો જેમાં શરદી, તાવ, ઉધરસ ની સાથે ડાયાબિટીસ, પ્રેસરના દર્દીઓની તપાસ અને સારવાર કરવામાં આવી 65 જેટલાં દર્દીઓને તપાસ કરવામાં આવી.
 મોટા અંગિયા ગામે કવોરન્ટાઈન સેન્ટર તૈયાર છે જેમાં કોરોનાના લક્ષણોવાળા દર્દીઓની સંભાળ રાખવામાં આવશે.ગામમા સક્રમણ  ન ફેલાય એ હેતુથી બનાવામાં આવ્યો છે જેથી તમામને વિનંતી કે કોઈ પણ સઁક્રમિત વ્યક્તિ હોય તો આ સેન્ટરમાં મોકલ્સો જેથી ગામને સુરક્ષિત રાખી શકીએ.
 હાલની કોવીડ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોટા અંગિયા ગ્રામ પંચાયત દ્વારા નીચે મુજબના  ત્રણ મહિનાનું એક્સન પ્લાન બનાવી અને  જે કુટુંબમાં 100 % વેક્સીનેસન થશે એમને વર્ષ 20-21નો પંચાયત વેરા માફ કરવામાં આવશે
કોરોના મહામારીને અટકાવવા મોટા અંગિયા ગ્રામ પંચાયત દ્વારા સમગ્ર ગામને સૅનેટાઇઝ કરવામાં આવ્યું અને 600 લોકોને આયુર્વેદીક ઉકાળો વિતરણ કરવામાં આવ્યું. પી. એચ સી વિથોણ અને જિલ્લા પંચાયતના આયુર્વેદ શાખાએ સહકાર આપ્યો.
મોટા અંગિયા ગ્રામ પંચાયત અને મહિલા બાળ વિકાસ અધિકારીની કચેરીના સંયુકત ઉપક્રમે ગામની દીકરીઓ માટે "સ્વ રક્ષણ "ની કરાટે, માર્શલ આર્ટ, લાઠીદાવની 10 દિવસની તાલીમ શરૂ કરવામાં આવી.