હાલની કોવીડ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોટા અંગિયા ગ્રામ પંચાયત દ્વારા નીચે મુજબના ત્રણ મહિનાનું એક્સન પ્લાન બનાવી સામાન્ય સભામાં નિર્યણો લેવામાં આવ્યા.
* જે કુટુંબમાં 100 % વેક્સીનેસન થશે એમને 20-21નો પંચાયત વેરા માફ કરવામાં આવશે. ( રાશનકાર્ડ અને આરોગ્ય વિભાગના પ્રમાણપત્ર મુજબ )
* 55 વર્ષથી ઉપરના વડીલો માટે ગામ બહારના કામો જેવા કે મેડિકલ, ખરીદી, કે અન્ય માટે ગામ પંચાયતની ટીમ (યુવાનો અને વાહન ) ફ્રી આપશે જેથી ગામથી બહાર જવાનુ ટાળી શકે.
* કોઈ પણ કુટુંબને ઘર સૅનેટાઇઝ પંચાયત દ્વારા કરી આપવામાં આવશે પંચાયતના હેલ્પલાઈન નંબર ઉપર જાણ કરવાની રહેશે
જાહેર જગ્યાઓ અને રસ્તાઓ પંચાયત નિયમિત સૅનેટાઇઝ કરશે.
* દર પંદર દિવસે જનરલ આરોગ્ય તપસણી કેમ્પ રાખવામા આવશે.
* સગર્ભા અને દિવ્યાંગોને મેડિકલ અને પોષણ આહાર એલાઉન્સ
* પુત્રી જન્મ માટે 2100 પોષણ આહાર એલાઉન્સ
બાળકો અને ગામના લોકો માટે હકારાત્મક સર્જનાઓ ઉભી કરવા ડીઝીટલ હરીફાઈ કરવામાં આવશે જેમાં ચિત્ર, લેખન, કવિતા, ગીતો બનાવી રોજ શ્રેષ્ઠ સર્જનકારને પ્રમાણપત્ર અને ઈનામ આપવમાં આવશે.
કોઈ પણ કુટુંબમાં હોમ કવોરન્ટાઇન હોય અથવા બીમાર વ્યક્તિ હોય અને ટિફિન સેવાની જરૂર હોય તો પંચાયત દ્વવારા આપવામાં આવશે જેના માટે અગાઉથી જાણ કરવાની રહેશે.







0 Comments