Ticker

6/recent/ticker-posts

Header Ads Widget

મોટા અંગિયા ગામે અટલ ભુજલ યોજનાની માહિતી માટે સાત રાજ્યોના અધિકારીઓએ મુલાકાત લીધી.

મોટા અંગિયા ગામે અટલ ભુજલ યોજનાની માહિતી માટે સાત રાજ્યોના અધિકારીઓએ મુલાકાત લીધી. *સાત રાજ્યો રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્ય પ્રદેશ, કર્ણાટક,મહારાષ્ટ્ર, હરિયાણા અને ગુજરાતના યોજનાના મુખ્ય અધિકારીઓ ભાગ લીધો. આજ રોજ મોટા અંગિયા ગામે કેન્દ્ર સરકારની ભૂગર્ભ જળ વ્યવસ્થાપન માટે અમલીકૃત અટલ ભુજલ યોજનાનો નખત્રાણા તાલુકમાં અમલીકરણ થઇ રહ્યો છેં જેની જાણકારી અને શીખવા માટે સાત રાજ્યો રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્ય પ્રદેશ, કર્ણાટક,મહારાષ્ટ્ર, હરિયાણા અને ગુજરાતના યોજનાના મુખ્ય અધિકારીઓ ભાગ લીધો. સૌ પ્રથમ મોટા અંગિયા ગ્રામ પંચાયતની ભુજલ સમિતિ દ્વારા ગામનો આયોજન અને કામગીરીની રજુવાત કરી હતી. ઇકબાલ ઘાંચી દ્વારા અમલીકરણની પ્રકિયા અને યોજના વિશે માહિતી આપી હતી, ભુજલ જાણકાર મુક્તાબેન નાથબાવાએ તાલીમ, વોટર બજેટિંગ, પાણીના સ્ત્રોતોની માહિતી રજુ કરી હતી ત્યાર બાદ રિચાર્જ બોરવેલ, વર્મી કમપોસ્ટ, ડ્રિપ પદ્ધતિઓ, વોટર ફ્લો મીટર, વરસાદી પાણી માપવાનું મશીન, ઘાસ પ્લોટ જેવી પકામગીરી પ્રત્યક્ષ નિહાળી હતી, મહેન્દ્રભાઈ પટેલના ખેતરે સુક્ષમ ડ્રિપ પદ્ધતિ અને બાગાયત ખેતીની માહિતી લીધી હતી .
મોટા અંગિયા ભુજલ સમિતિ દ્વારા પધારેલ તમામ અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. અટલ ભુજલ યોજના ના નેશનલ પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ (NPMU) ના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી જીતેશ તાતીવાલ, એગ્રિકલચર એક્સપર્ટ શ્રી પી. સી. કુમાવત, સ્ટેટ પ્રોજક્ટ મેનેજમેન્ટ યુનિટ ગાંધીનગર થી સુપ્રિટેન્ડેન્ટ ઇજનેર શ્રી પિનાકિન વ્યાસ, એક્ઝિક્યુટિવ ઇજનેર શ્રી વિજય મહેતા, ટ્રેનિંગ એક્સપર્ટ શ્રી ડી કે ડોબરીયા અને તેમની ટીમ, ડીસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ મેનજમેન્ટ યુનિટ ભુજ થી એક્ઝિક્યુટિવ ઇજનેર શ્રી પી પી વાળા, જીયોહાઈડ્રોલોજિસ્ટ શ્રી બાબુલાલ ગરવા તેમજ અમલીકરણ સંસ્થા એટીડ કોમ્યુનિટીસ એન્ડ ટેકનોલોજીસ ભુજ ના ડાયરેક્ટર શ્રી ડો. યોગેશ જાડેજા, ડો. સેઝિના ભીમાણી, શ્રી જયદીપ હીરપરા, શ્રી ગિરીશ કરથીયા, ક્લસ્ટર કોર્ડીનેટર પ્રીતિ કરેલિયા, ક્રિશ્ના સાકરીયા, નીતા ખુંબચંદાની, રવિકુમાર સીજુ, ભુજલ જાણકાર મુકતાબેન નાથબાવા તેમજ દેશ ના અલગ અલગ સાત રાજ્યોથી અટલ ભુજળ યોજના ના વિવિધ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ પસંગે નાના અંગિયા ગ્રામ પંચાયતના સરપંચ હંસાબેન, સદસ્ય અરવિંદભાઈ,નાગલપર ગ્રામ પંચાયતના સરપંચ રમેશભાઈ મોટા અંગીયા ગ્રામ પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન પાર્વતીબેન, ફાતિમાબેન બકાલી, શંકરનાથ, દિપક ગોર, જસીબેન, મેમુનાબેન,બાલિકા સરપંચ મુકતાબેન નાથબાવા , વેરશીભાઈ,રાણાભાઈ, રામીબેન આહીર,મેહુલભાઈ, પૂજાબેન, ડોલીબેન હાજર રહ્યા હતા.

Post a Comment

0 Comments