Ticker

6/recent/ticker-posts

Header Ads Widget

મોટા અંગિયા ગામે ગામ લોકોને સૌને ન્યાય માટે ગ્રામ પંચાયત સ્તરે કાનૂની સહાયતા મળી રહે અને કાનૂની જાગૃતતા માટે જિલ્લા કાનૂની સતા મંડળ, કચ્છ મહિલાઓ વિકાસ સંગઠન અને મોટા અંગિયા ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે શિબિર યોજવામાં આવી. આ શિબિરમાં જિલ્લા કાનૂની સેવા સતા મંડળના અધ્યક્ષ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબનું ગ્રામ પંચાયત દ્વારા સન્માન થયું હતું.

મોટા અંગિયા ગામે કાનૂની સહાયતા કેન્દ્ર શરૂ કરવામાં આવશે- બી. એન. પટેલ સાહેબ
જિલ્લા કાનૂની સેવા સતા મંડળ દ્વારા મોટા અંગિયા ગામે કાનૂની જાગૃતિ શિબિર યોજવામાં આવી
આજે રોજ મોટા અંગિયા ગામે ગામ લોકોને સૌને ન્યાય માટે ગ્રામ પંચાયત સ્તરે કાનૂની સહાયતા મળી રહે અને કાનૂની જાગૃતતા માટે જિલ્લા કાનૂની સતા મંડળ, કચ્છ મહિલાઓ વિકાસ સંગઠન અને મોટા અંગિયા ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે શિબિર યોજવામાં આવી.
આ શિબિરમાં જિલ્લા કાનૂની સેવા સતા મંડળના અધ્યક્ષ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબનું ગ્રામ પંચાયત દ્વારા સન્માન થયું હતું.
બી. એન પટેલ સાહેબે ન્યાયતંત્રની કામગીરી, યોજનાઓ, અને ગામ સ્તરે તકરાર નિવારણ અંગે માર્ગદર્સન આપ્યું હતું. કચ્છ મહિલાઓ વિકાસ સંગઠના ડાયરેક્ટર અરુણાબેન દ્રારા મહિલા સલામતી માટેની કામગીરીની માહિતી આપી હતી એડવોકેટ માલશ્રી ગઢવી દ્વવારા મહિલાઓ માટેના કાયદાકીય યોજનાઓની માહિતી આપી હતી. સરપંચ ઇકબાલ ઘાંચી દ્વવારા પ્રસંગિક પ્રવચનમાં કાનૂની સહાયતા કેન્દ્ર ચલાવવાની જવાબદારીની ખાત્રી આપી હતી કાનૂની સહાયતા કેન્દ્ર મોટા અંગિયા પંચાયતને પસંદ કરવા જજ સાહેબનો આભાર માન્યો હતો.
આ પ્રસંગે બાલિકા પંચાયતના સભ્યો પૂજાબેન અને એમની ટીમ દ્વારા જજ સાહેબનું સન્માન કરવામાં આવું.
મહિલાઓ અને બાળ વિકાસ અધિકારીની કચેરી તેમજ ગ્રામ પંચાયત દ્વવારા તાલીમ લીધેલ કિશોરીઓને જજ સાહેબના હસ્તે પ્રમાણપત્ર આવામાં આવ્યા હતા.




Post a Comment

0 Comments