Ticker

6/recent/ticker-posts

Header Ads Widget

શ્રી મોટા અંગીયા ગ્રામ પંચાયત દ્વારા આયોજિત સ્વાસ્થ્ય જાગૃતિ શિબિર મેડિકલ કીઓસ્ક ગ્રામ્યજનોને વર્ચ્યુઅલ ક્લિનિક દ્વારા નિષ્ણાત ડોકટરો સુધી પહોંચાડવામાં મદદ કરશે.

ક્લીનિક-ઇન-એ-કીઓસ્ક: મેડિકલ કીઓસ્ક ગ્રામ્યજનોને વર્ચ્યુઅલ ક્લિનિક દ્વારા નિષ્ણાત ડોકટરો સુધી પહોંચાડવામાં મદદ કરશે.

15 મી સપ્ટેમ્બર 2021,ભુજ : ટેક્નોલૉજી આરોગ્યક્ષેત્ર વધુ સારી ગુણવતા લાવવી જીવન બદલી શેક છે.આ વિચારને અનુસરી-પુનર્જન્મ ફાઉન્ડેશન ટ્રસ્ટ (પીએફટી) જાહેર આરોગ્ય વ્યવસ્થામાં ક્રાંતિ લાવી રહિયું છે.પુનર્જન્મ સંસ્થાઓ પ્રાઈવેટ એન્ટરપ્રાઇઝ નેચરલ માઇન્ડસના સહયોગી સ્પોટ કેર: ક્લીનિક-ઇન-એ-કીઓસ્ક નામનું મેડિકલ કિઓસ્ક વિકસાવ્યું  છે.




ક્લીનિક-ઇન-એ-કીઓસ્ક : એ એક નવીન,સસ્તું અને સુલભ ઉપાય છે જે અંતરિયાળ વિસ્તારના લોકોને મેટ્રો શહેરમાં આવેલા નિષ્ણાત ડોક્ટર સાથે જોડાવામાં મદદ કરે છે.જેથી દર્દીઓને શારીરિકરીતે મુશ્કેલ સમય માંગી લેતી અને ખર્ચાળ પરિશ્થિતિમાં મુક્તિ મળે છે.ડોક્ટર સાથેની ઓનલાઈન મુલાકાત બાદ.દર્દીને તેમના રજીસ્ટર્ડ ઈમાઇલ/મોબાઈલ પર વિગતવાર ઇ-પ્રિસ્ક્રિપ્શનો,નિદાન,વિશેષ તબીબી સૂચનાઓ વગેરે પ્રાપ્ત થશે તેમજ દર્દી વિશેની તમામ માહિતી અને રિપોર્ટસ ડોક્ટર પાસે એપમાં રહેશે.

આ ઉપરાંત,સ્પોટ કેર પ્લેટફોર્મ દર્દીઓની તેમની પસંદગી ફાર્મસી સાથે જોડે છે જે તેમને તાત્કાલિક દવા વિતરણ અને એક્સ્પ્રેસ ચેકઆઉટ સુવિધા સાથે મદદ કરશે.કીઓસ્ક પસંદગીની દાયગ્નોસ્ટિક લેબોરેટરી સાથે જોડાવાને પણ સપોર્ટ કરે છે જેના કારણ લેબ ઓર્ડરનું સરળ વિનિયમ થાય છે અને દર્દીના રિપોર્ટ મુશ્કેલી વિના સ્પોટ કેરમાં જમા થાય છે પ્લેટફોર્મ સ્થાનિક દાયગ્નોસ્ટિક લેબોર્ટીઓને સ્થાનિક સ્તરે સેમ્પલ લેવા માટેની સેવાઓ પૂરી પાડવામાં સમક્ષ બનાવે છે

25 મી સપ્ટેમ્બર 2021 ના રોજ આ મેડિકલ કિઓસ્ક ગુજરાતનાં અંતરિયાળ ગામ મોટા અંગીયા ખાતે સ્થાપિત કરવામાં આવશે.ગામના સરપંચ ઇકબાલ ભાઈ ઘાંચી અને તેમની પંચાયત ગ્રામજનોની આરોગ્ય જરૂરિયાત સુધારવા માટે સધન રીતે કામ કરી રહી છે અને ગ્રામ્ય સ્તરે આરોગ્ય સેવાઓ સુધારવાની સંભાવના ધરાવતા આ વર્ચ્યુઅલ ક્લિનિક આતુરતાથી રાહ જોઈ રહી છે.ગુજરાતમાં આ પ્રથમ વખત છે જ્યાં આંતરિક ગ્રામીણ વિસ્તારમાં મેડિકલ કિઓસ્ક સ્થાપવામાં  આવશે.

સંસ્થા વિષે :

પુનર્જન્મ ફાઉન્ડેશન ટ્રસ્ટ અથવા પુનર્જન્મ વર્ષ 2016 માં કુદરતી આફતોથી અસરગ્રસ્ત જરૂરિયાતમંદ લોકો માટે રાહત અને પુનર્વસનના રૂપમાં સહાયતા આપીને આરોગ્ય શિક્ષણ અને ગરીબી નિવારણમાં સમુદાયને ટેકો આપવાના ઉદેશ સાથે શરૂ થયેલ આ સંસ્થા સેવાભાવીની પ્રવૃતિઓ સાથે સંકળાયેલ છે.સંસ્થા દ્વારા દેશભરમાં 70 થી વધુ ઓક્સિજન કોન્સેન્ટ્રેટર દાન કરવામાં આવ્યા છે.આઇસોલેશન સેન્ટર 2000 થી વધુ કુટુંબોને રાશનની કીટ પહોંચાડવામાં આવી છે 500 થી વધુ દર્દીઓને દવાઓ માટેનો ટેકો 3000 થી વધુ લોકોને વેકસીનેશન અને 80 થી વધુ બાળકોને સ્કૂલની ફ્રી માં ટેકો કરી તેમનું શિક્ષણ માં સહયોગ કરેલ છે સંસ્થાનું પ્રાથમિક લક્ષ્ય લોકોને આરોગ્ય સંભાળ શિક્ષણ અને ટકાઉ આજીવિકા પહોંચવા માટે સશક્ત બનાવવાનું છે

Post a Comment

0 Comments