Ticker

6/recent/ticker-posts

Header Ads Widget

મોટા અંગિયા ગ્રામ પંચાયત દ્વારા આયોજિત ''પાનેતર ઉત્સવ'' સર્વે જ્ઞાતિ સમૂહલગ્ન આ વર્ષે ૧૪-માર્ચ-૨૦૨૧ના સમૂહ લગ્ન નક્કી કરવામાં આવ્યા છે.જેમાં ૭૧ (એકોતેર) જેટલી દિકરીઓ આ સમૂહ લગ્નમાં સપ્તપદીનાં બંધને બંધાશે અને આ સમૂહ લગ્નમાં કૂંવરબાઈનું મામેરું યોજનાનો લાભ આપવામાં આવશે

મોટા અંગિયા ગ્રામ પંચાયતદ્વારા આયોજિત

 "પાનેતર ઉત્સવ"

સર્વે જ્ઞાતિ સમૂહલગ્ન

મોટા અંગિયા ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી ગામની અને આસ પાસના ગામોની દીકરીઓ માટે સમૂહલગ્ન યોજાય  છે. આ યોજનાનો મુખ્ય હેતુ સમાજમાં દીકરીઓનું સ્થાન ઊંચું કરવા, વાલીઓને ખોટા ખર્ચાથી બચાવવાં અને વાલીઓ આ પ્રસંગ કરી શકે એ માટેનો છે .

આ સમૂહલગ્નમાં લગ્નનોંધણી લગ્ન દિવસે સ્થળ ઉપર કરી આપવામાં આવે છે સાથે ' કુંવરબાઈનું મામેરો' યોજનાનો લાભ અપાવવામાં આવે છે.

આ સમગ્ર  કાર્યક્રમ લોકભાગીદારીથી થાય છે દીકરીઓને દાતાઓ દ્વારા વિવિધ ભેટો પણ આપવામાં  આવે છે એકજ મંડપ નીચે તમામ ધર્મ જ્ઞાતિઓની લગ્નવિધિઓ સંપન્ન કરાવવામાં આવે છે. બે વર્ષમાં 21 દીકરીઓના લગ્ન થયા આ યોજના ની સફળતા બાદ આ વર્ષે પણ 14માર્ચ ના સમૂહલગ્ન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે જેમાં 71 જેટલી દીકરીઓ ભાગ લઈ રહી છે. આ સમૂહલગ્નને "પાનેતર " યોજનાનો નામ આપવામાં આવ્યો છે.

આપ આપનો યોગદાન આપી આ ભગીરથ કાર્યમાં સહભાગી બની શકો છો.

બે વર્ષના સમૂહલગ્નની ઝલક

સંપર્ક

ઇકબાલ ઘાંચી

સરપંચ:- મોટા અંગિયા ગ્રામ પંચાયત

9913060008



Post a Comment

0 Comments