મોટા અંગિયા ગ્રામ પંચાયત દ્વારા તૃતીય સર્વે જ્ઞાતિ સમૂહલગ્ન 14 માર્ચના યોજાશે.
આ સમૂહલગ્નને "પાનેતર" યોજનાનું નામ આપવામાં આવ્યું
મોટા અંગિયા ગ્રામ પંચાત દ્વારા દર વર્ષે સમૂહલગ્ન યોજવામાં આવે છે જેમાં ગામની અને આસ પાસના ગામની દીકરીઓના લગ્ન કરાવવામાં આવે છે જેમાં ગામની દીકરીઓના વાલીઓ પાસેથી એક પણ રૂપિયો લીધા વગર કરવામાં આવે છે અને દીકરીઓને જરૂરી ચીજવસ્તુ પણ આપવમાં આવે છે. છેલ્લા 2 વર્ષની સફળતા બાદ આ વર્ષે પણ યોજવાનું પંચાયતની સામાન્ય સભામાં નક્કી કરવામાં આવ્યું. આ સમૂહલગ્નનો સંપૂર્ણ ખર્ચ લોકભાગીદારીથી કરવામાં આવે છે પંચાયતની કોઈ ગ્રાન્ટ કે પંચાયતના એક પણ રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો નથી.
હાલમાં કોવીડ 19ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારશ્રીના નિયમો મુજબ કરવામાં આવશે.
15 જાન્યુઆરીથી પંચાયતમાં ફોર્મ ભરી શકાશે વધુમાં વધુ 21 લગ્ન લેવામાં આવશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે.
આ સમૂહલગ્નને સફળ બનાવવા પંચાયતના સભ્યો, વિવિધ સમાજના આગેવાનો, યુવક મંડળના સભ્યો, સખીમંડળો જહેમત ઉઠાવી રહ્યા છે




0 Comments