મોટા અંગીયા ગ્રામપંચાયત દ્વારા એકલનારી મહિલાઓને સ્વમાન યોજનાના ચેકનું વિતરણ કરાયું
મોટા અંગીયા ગ્રામ પંચાયત દ્વારા એકલનારી મહિલાઓને સ્વમાન અને સન્માનથી જીવી શકે એ
હેતુથી એકલનારી મહિલાઓને દર મહિને પેન્શન સ્વરૂપે ૧૦૦૦ રૂપિયા આપવાની યોજના બનાવાઇ
છે આ યોજના એપ્રિલ ૨૦૨૦થી અમલ કરી છે .
આ યોજના માટે ગ્રામસભા અને સામાન્ય સભાની મંજૂરી બાદ બજેટમાં જોગવાઈ કરી
તાલુકા વિકાસ અધિકારીની મંજૂરીથી અમલ કરવામાં આવી છે મોટા અંગીયા પંચાયત દ્વારા આ યોજનાને
ફેબ્રુઆરીમાં લોન્ચ કરવામાં આવી હતી નખત્રાણા તાલુકાનાં મોટા અંગીયા ગામ સિવાય ક્યાક
ગુજરાત રાજ્યમાં પણ નથી.
મોટા અંગીયા ગામના યુવાન અને કાઇંક નવું
કરી પ્રજાને ઉપયોગ થાઉં એવું વિચારતા સરપંચ ઇકબાલ ઘાંચી દ્વારા એકલનારી યોજના ચાલુ
કરવામાં આવી છે. આ યોજનાથી ગામના લોકો ખુબજ ખુશ જોવા મળી રહ્યા છે અને આવા જાગૃત સરપંચ
થકી ગામના વિકાસ થાય એની ખાસ કાળજી રાખી રહ્યા છે. ઈકબાલભાઈ ઘાંચી જિલ્લા સમાજ સુરક્ષાના સભ્ય પણ છે. સ્વમાન યોજના વર્ષ ૨૦૨૦-૨૧ બનાવી છે



0 Comments