Ticker

6/recent/ticker-posts

Header Ads Widget

મોટા અંગિયા ગ્રામ પંચાયત અને મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું

મોટા અંગિયા ગામે કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું.

ગામની કિશોરીઓને સ્વ રક્ષા માટે કરાટેની તાલીમ આપવામાં આવશે.મોટા અંગિયા ગ્રામ પંચાયત અને  મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમો અંતર્ગત સરકાર શ્રીની યોજનાઓની માહતી, કિશોરીઓને મળતા લાભો અને યોજનાઓ, બાળ લગ્ન કાયદાની સમજ આપવામાં આવી હતી






.કોવીડ 19 ની હાલની પરિસ્થિતિ, સાવચેતી અને અસરો ઉપર ચિત્ર સ્પર્ધા રાખવામાં આવી જેમાં 19 કિશોરીઓ ભાગ લીધો જે કિશોરીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા.

આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રી અવનીબેન દવેએ  મહિલા અને બાળ વિકાસ સરકારની યોજનાઓની સમજ આપી હતી, ગામના સરપંચ ઇકબાલ ઘાંચી દવારા પંચાયતની ભૂમિકા અને કિશોરીઓ માટેની કામગીરી અને  તાલીમ કેન્દ્રના આયોજનની અંગે રજુઆત કરી  બાળ વિકાસ યુનિટના પ્રેમભાઈ દ્વારા બાળ અધિકારો અને બાળ લગ્ન કાયદાની સમજ આપવામાં , સંકલન અધિકારી ચેતનભાઈ, ભાવનાબેન, આઈ.સી. ડી એસ  નખત્રાણા રેખાબેન, એડોલન્સ કાઉન્સિલર અલ્પાબેન દ્વારા વિવિધ વિષયો ઉપર માર્ગદર્શન આપ્યું હતું.

આ કાર્યક્રમમાં 70 જેટલી કિશોરીઓ ભાગ લીધો હતો.  

આ કાર્યક્રમમાં ગામ પંચાયતના ઉપસરપંચ કલા માંડા, સામાજીક ન્યાય સમિતિના ચેરમેન, ખીમજીભાઈ, નાથીબેન રબારી, નીતાબન શાહ, નયનાબેન નાથબાવા, દેવલબેન મારવાડા, હારૂનભાઇ લુહાર હાજર રહયા હતા. આંગડવાડીવર્કર રામીબેન, ડોલીબેન વ્યવસ્થા સાંભળી હતી. આશાવર્કર ભારતીબાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને  બેટી બચાવો બેટી વધાવોના શપથ  લેવડાવામાં આવ્યા હતા

Post a Comment

0 Comments